વડોદરા શહેર ના માંડવી ખાતે પત્રકાર મિત્રો દ્વારા ગત દિવસોમાં બનેલ ગોઝારી ઘટના જે હરણી લેક ઝોન ખાતે લેક જોનમાં બોટ તળાવમાં ડૂબીજતા ૧૨ નિર્દોસ બાળકો તેમજ ૨ શિક્ષિકાઓ ના મૃત્યુ થતાં ભગવાન તેમની આત્માને શાંતિ આપે તેમાટે મીણબત્તી પ્રગટાવી હાર્દિક શ્રદ્ધાંજલિ આપી સાથે સાથે વડોદરા સીટી પી. આઈ ચૌહાણ સાહેબ તથા જુનિગઢી મિત્ર મંડળ તિરંગા યાત્રા ના સાથીઓ દ્વારા તેમજ આવતા જતા વડોદરા ના તમામ લોકોએ મીણબત્તી પ્રગટાવી શ્રદ્ધાંજલિ આપવામાં આવી તેમજ મૃતક બાળકો ના માતા પિતા ને તેમજ તેમના પરિવાર ને સબર તથા સબૂરી આપે દેબદલ પ્રાથના પણ કરવામાં આવી.