સુરસાગર તળાવના બોટિંગ ઇજારદાર દ્વારા ટિકિટબારી નું કન્ટેનર રોડ પર મૂકી દબાણ કરવામાં આવ્યું છે.
પાલિકાના દબાણ શાખા દ્વારા શહેરના નાના-ગરીબ લોકો ના લારીગલ્લા ને દબાણ ના નામે ઉઠાવી લેવામાં આવે છે અથવા વહીવટી ચાર્જના નામે રૂપિયા 500 થી 1000 સુધી વોર્ડ ઑફિસમાં લાગત જમા કરાવવામાં આવે છે ત્યારે સુરસાગર તળાવના બોટીંગ ઇજારદાર દ્વારા રોડ પર કન્ટેનર મૂકી ટિકિટબારી તરીકે વાપર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તેનો વહીવટી ચાર્જ પણ પાલિકા તંત્ર દ્વારા ઉઘરાવવામાં આવતો નથી તેવી માહિતી મળી છે .
આમ, પાલિકા તંત્ર ની બેવડી નીતિના કારણે નાના-ગરીબ લારીગલ્લા ધારકોને આર્થિક નુકશાન થાય છે અને રાજકીય/અધિકારીઓની સાઠગાંઠ ધરાવતા મોટા ઇજારદારની ખોટી કામગીરી સામે આંખ આડા કાન કરવામાં આવે છે તેથી પાલિકાની તિજોરીને મોટી આવક ગુમાવવી પડે છે.
વડોદરા મહાનગર પાલિકા ના ફ્યુચરિસ્ટીક ડિપાર્ટમેન્ટ, ટુરિસ્ટ ડિપાર્ટમેન્ટ અને દબાણ શાખાના અધિકારીઓ ની રહેમનજર હેઠળ થતા આવા ભ્રષ્ટચાર વિરુદ્ધ મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા કાયદેસર કાર્યવાહી કરવામાં આવે છે કે પરંપરા મુજબ ઢાંકપિછોળો કરવામાં આવશે તે જોવું રહ્યું